રામ રસ ઐસો હૈ મેરે ભાઇ,
જે કોઇ પીવે અમર હો જાય,
એના જનમ મરણ મટી જાય,
રામ રસ ઐસો હૈ મેરે ભાઇ…રામ રસ (1)
મીઠા મીઠા સબ કોઇ પીવે,
કડવા ન પીવે કોઇ,
એક બાર જો કડવા પીવે તો,
સબસે મીઠા હોય…રામ રસ (2)
ઊંચા ઊંચા સબ કોઇ ચાલે,
નીચા ચાલે નહીં કોઇ,
એક બાર જો નીચા ચાલે તો,
સબસે ઊંચા હોય…રામ રસ (3)
અંકાને પિયા,બંકાને પિયા,
પિયા સજન કસાઇ,
દાસ હનુમાનનો ઐસા પિયા,
પલ મેં લંકા જલાઇ…રામ રસ (4)
ધ્રુવને પિયા,પ્રહલાદને પિયા,
ઔર પિયા મીરાં બાઇ,
દાસ કબીરને ઐસા પિયા,
તુંભી પી લે મેરે ભાઇ…રામ રસ (5)