18 આ જ્ઞાનની વાતો છાની


સાખી:
જ્ઞાન કથીર ગાડા ભરે
પણ જ્યાં સુધી અંતરનો
મટે નહિ વિખવાદ
કબીર કહે કડછા કંદોઈના
કોઈ દિ ન પામે સ્વાદ

એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની…

વાલીડા રે મારા
મુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨)
એને, એ તો સમજે પણ વદે નહિ વાણી
સમજે પણ વદે નહિ વાણી
આ જ્ઞાનની વાતો છાની,
એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
જાણે કોઇ અનુભવી જ્ઞાની,
આ જ્ઞાની વાતો છાની…

વાલીડા મારા
મુંગો સમસ્યામાં બોલે વાણી ..(૨)
એની, કોઇ જ્ઞાનીએ ગત એની જાણી
જ્ઞાનની વાતો છાની, એ વાલીડા રે મારા
એ જ્ઞાનમાં મોજો મજાની, વાલીડા મારા
જ્ઞાનમાં મોજો મજાની ..
એને, શું સમજે અભિમાની,
જ્ઞાનની વાતો છાની
એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
આ જ્ઞાનની વાતો છાની…

વાલીડા રે મારા
કહે સતારદાસ જ્ઞાની,
તમે શીદને કરો છો ખેંચાતાણી
શીદને કરો ખેંચાતાણી,
આ જ્ઞાનની વાતો છાની
શીદને કરો છો ખેંચાતાણી,
જ્ઞાનની વાતો છાની
એને જાણે કોઇ અનુભવી જ્ઞાની
જ્ઞાનની વાતો છાની
એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની,
જ્ઞાનની વાતો છાની
જાણે કોઇ અનુભવી જ્ઞાની


Leave a Reply

Your email address will not be published.