કબકા ભયા વૈરાગી,
કબકા ભયા વૈરાગી,
હવે આનંદ લેર લાગી કબીરા,
કબકા ભયા વૈરાગી..(1)
ચંદા નોતા, સૂરજ નોતા,
નોતા નવલખ તારા,
શિવ ભોલે કા જે દી જન્મ નોતા,
તેદિના ભેખ અમારા…(2)
જનની નોતી ત્યાં જનમ ધરુંગા,
નીર નહીં ત્યાં નાઉંગા,
પૃથ્વી નોતી ત્યાં પાંવ ધરુંગા,
ખંડ નોતા ત્યા જાઉંગા…(3)
સત્ય જુગમેં સત પાવડી ધરુંગા,
દ્વાપરમેલિયા દડા,
વ્રતા જુગમેં આદંબર બાંધ્યો,
કલિયુગમેં જોલી ઝંડા …(4)
સે સેજે સદ મલ્યા,
ગુરૂ મળ્યા રામાનંદા,
કહત કબીરા સુનો ભાઇ સાધુ,
મેરે મનમેં હુઆ આનંદા…(5)