19 હુ તો ચાલી ભરવાને પાણી


હુ તો આ ચાલી ભરવાને પાણી
મને બોલાવે સદગુરુ જ્ઞાની

છોડીને પિયરયુ મારે જાવું સાસરીયે,
એવા તે શરમ મને સાની…
મને બોલાવે

હવે તો પિયુજી વિના ઘડી નવ ચાલે,
મારી વીતી જાય છે જુવાની…
મને બોલાવે

ઇંગલા ને પિંગલા નો મારગ છોડી,
હું સુક્ષ્મણા પંથે જવાની…
મને બોલાવે

ઉનમૂખ કુવો બેની ગગન મંડળમાં,
જેમાં અમૃત ભર્યુ છે પાણી….
મને બોલાવે

અધર તખત પર મારા પિયુજી બિરાજે,
પુરી મળી છે નિશાની…
મને બોલાવે

દાસ સતાર ને ગુરૂ જ્ઞાની મળ્યા,
વાતો બતાવી છાની છાની…
મને બોલાવે


Leave a Reply

Your email address will not be published.