હે તમારો ભરોસો મને ભારી
સીતાના સ્વામી હે તમારો ભરોસો મને ભારી
હે તમારો ભરોસો મને ભારી….
રંક ઉપર વાલો ચમ્મર ઢોળાવે
ભુપને કીધા ભીખારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….
નખ વધારી હિરણ્યાકશ્યપને માર્યો
પ્રહલાદને લીધો ઉગારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….
ભલે મળ્યો મહેતા નરસૈયાનો સ્વામી,
નામ ઉપર જાઉં વારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….