જાગીને જોઉ તો જગ દિસે નહી
ઉંઘમા અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ કદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે
જાગીને જોઉ તો….
પંચ મહાભુત પરબ્રહ્મ વીશે ઉપજ્યા
અણ અણુમાહી રહ્યા રે વળગી
ફૂલને ફળ તો તો વૃક્ષના જાણવા
થડ થકી ડાળ નવ હોય અળગી
જાગીને જોઉ તો….
વેદ તો એમ વદે શ્રુતી સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન હોયે
ઘાટ ઘડીયા પછી નામરૂપ જુજવા
અંતે તો હેમનુ હેમ હોય
જાગીને જોઉ તો….
જીવ ને શિવ તો આપ ઇચ્છો એ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા
ભણે નરસયો એ તે જ તુ તે જ તુ
એને સમર્યા થી કે સંત સીધ્યા
જાગીને જોઉ તો….