21 જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી


જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,
ત્યા લગી સાધના સર્વ જુથી,
જ્યા લગી આત્મા તત્વ ચિન્યો નહી,
મનુષ્ય દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ રૂઠી
જ્યા લગી આત્મા…..

એ શુ થયુ સ્નાન, સેવા થકી ને,
શુ થયુ ઘેર રહી દાન દીધે
શુ થયુ જટા ભસ્મ લેપન ધરે,
શુ થયુ લાલ લોચન કીધે
જ્યા લગી આત્મા…..

શુ થયુ તપને તિર્થ કીધા થકી,
શુ થયુ માળા ગ્રહી નામ લીધે
શુ થયુ તિલકને તુલસી ધાર્યા થકી રે
શુ થયુ ગંગા જળ પાન કીધે
જ્યા લગી આત્મા…..

શુ થયુ વેદ વ્યાકરણ વાણી વધે,
શુ થયુ રાગ ને રંગ જાણે,
શુ થયુ ખટ દર્શન સેવા થકી,
શુ થયુ વરણના ભેદ આણે,
જ્યા લગી આત્મા…..

એછે પ્રપંચ સહુ પેટ ભરવા તણાજી,
આત્મા રામ પરીબ્રહ્મ ન જોયો,
કહે નરસૈંયો કે તત્વ દર્શન વીના,
રત્ન ચિંતામણી જન્મ ખોયો
જ્યા લગી આત્મા…..


Leave a Reply

Your email address will not be published.