રામ નામની પ્યાસી મારા,
હરી નામની પ્યાસી ભમરા,
ભલે ને આયો રે મારા
રામ નામના પ્યાસી…… (1)
મૃત્યુ લોકમાં આયો ભમરો,
વૈકુંઠનો રહેવાસી,
ઝળહળ ઝળહળ જ્યોત જલત હૈ,
અધર તખત પર જોયું જાગી ભમરા,
ભલેને આયો રે…(2)
રામ નામની પ્યાસી મારા,
હરી નામની પ્યાસી ભમરા
સતનામની વાત કરીલે,
સુન મુન રહ્યો ઉદાસી,
પ્રેમનો પ્યાલો મારા ગુરૂજીએ પાયો,
એની ભેદ ભ્રમણાં ભાગી,
ભમરા ભલેને આયો રે……3)
રામ નામની પ્યાસી મારા,
હરી નામની પ્યાસી ભમરા.
સપનાંમાં જોયું જાગી,
લગન ત્યારે લાગી,
કહત કબીરા સુનો મેરે સાધુ,
આપ મળ્યા સુહાગી ભમરા,
ભલે ને આયો રે…..(4)