22 જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને


જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને
તે તણો ખરે ખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે
ઉગરે એક ઉદ્વેગ ધરવો,
જે ગમે જગત ગુરૂ…

હું કરુ હુ કરું એજ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ સ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વે એની પેરે
જોગી જોગેશ્વરા કોક જાણે,
જે ગમે જગત ગુરૂ…

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા
માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે
જેના ભાગ્યમા જે સમે જે લખ્યુ
તેને તે સમે તે જ પોચે,
જે ગમે જગત ગુરૂ…

ગ્રંથ ગડબડ કરી વાત ના કરી સાચી
જેને જે ગમે તેને પૂજે
મન કર્મ વાણીએ આપ માની લહે
સત્ય છે એજ મન એમ સુજે,
જે ગમે જગત ગુરૂ…

સુખ સંસારી તણા મિથ્યા કરી માનજો
ક્રિષ્ના વિના બીજુ સર્વ કાચું
જુગલ કરજોડી કરી નરસૈયો એમ કહે
જન્મ પ્રતિ જન્મ હરિ ને હુ યાચુ
જે ગમે જગત ગુરૂ…


Leave a Reply

Your email address will not be published.