22 રમતાં જોગી આયા નગરમાં


રમતાં જોગી આયા નગરમાં (2)
રમતાં જોગી આયા…જી,
આનંદ આનંદ છાયા
નગરમાં રમતાં જોગી આયા …(1)

પાંચ પુરૂષ ઔર પચ્ચીસ નારી,
એક નારીને ઉપજાયા,
ગુણ અવગુણથી ખેલે છે ન્યારા,
અપના દેશ બતાયા….નગરમાં (2)

પાંચ પચ્ચીસ કો એક ઘેર લાવો,
દમકા દોર ચલાવો,
ઇંગલા પિંગલા તાલ મિલાવે
અપના રૂપ દિખાયા…..નગરમાં (૩)

કોણ ઘેર સુતા,કોણ ઘેર જાગે,
કોણ ઘેર મનકો ઠેરાયા,
કોણ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,
કોણ શબદ ગુણ ગાયા….નગરમાં (4)

સૂર્ય ઘેર સુતા,શશી ઘેર જાગે,
શૂન્ય ઘેર મનકો ઠેરાયા,
અલખ પુરૂષ કા ધ્યાન ધરત હૈ,
ઓહમ શબદ ગુણ ગાયા…..નગરમાં 5

જાગ્યા તે નર મહાસુખ પામ્યા,
ઉધ્યા જનમ ગુમાવ્યા,
કહત કબીર સુનો ભાઇ સાધુ,
અગમ સંદેશ લાયા…..નગરમાં (6)


Leave a Reply

Your email address will not be published.