24 મોરલી વેરણ થઇ


મોરલી વેરણ થઇ રે,
કાનુડાની મોરલી વેરણ થઇ,
બાવરી હું તો બની ગઇ રે,
કાનુડાની મોરલી વેરણ થઇ

વૃંદાવનની કુંજ ગલીમાં,
ચાલી લઇને મહી,
નંદનો લાલ મને સામો મળ્યો,
જોતાં જ શરમાઇ ગઇ
કાનુડા તારી

વહાલો વગાડે મીઠી મીઠી મોરલી,
સાંભળતાં શુધ્ધ ગઇ,
એરે ઠગારે કામણ કીધા,
હું તો ઠગાઇ હવે ગઇ રે
કાનુડા તારી

સાંવરી સુરત મોહની મુરત,
ઉપર મોહીત થઇ,
દાસ સત્તારના પ્રિતમની હું,
દાસી બનીને રઇ રે
કાનુડા તારી


Leave a Reply

Your email address will not be published.