24 લોચનિય સુનું રે કાજળ વિના


લોચનિય સુનું રે કાજળ વિના,
હૃદય સુનુ રે હરિ ભજન વિના

મંદિર સુના એના દેવ વિના,
એવા દેવ સુના રે, એના દિપક વિના
હૃદય સૂનું

માતા હૈ સૂની એના પુત્ર વિના,
એની બેનડી સુની રે એના બાંધવ વિના
હૃદય સૂનું

ધરતી સુની એના મહેલ વિના,
એવા મહેલ સુના એની મોરલી વિના
હૃદય સૂનું

અયોધ્યા સુની રે એના દશરથ વિના,
એવા દશરથ સુના એના રામજી વિના
હૃદય સૂનું રે

કહે મંદોદરી સુનો રાવણ પ્રિય,
એવી સિતા રે સુની એના રામજી વિના
હૃદય સૂનું રે


Leave a Reply

Your email address will not be published.