25 દિન રે ઉગ્યો દામોદર


દિન રે ઉગ્યો દામોદર,
ઉઠો મારા આનંદ દાતા
નારાયણ જાગો નિંદથી
પો ફિટી પ્રભાતા….
દિન રે ઉગ્યો (1)

કોકીલા વનમાં કિલ્લોલ કરે,
કમળ ખીલે સુંગધ સુહાતા,
પૂર્વ દિશામાં પ્રકાશ ભયો,
નભમાં તારા છુપાતા
દિન ઉગ્યો (2)

બાલક બછડાં સૌ સખી થયાં
માનથી ધવરાવે માતા.
જંગલમાં જુઓને જાદવા,
ચકવા રંગમાં રાતા
દિન રે ઉગ્યો (3)

માંગણ સૌ મોજું દીયે,
જે જે જેના ગુણલા ગાતા,
વહાલા હવે ધણો વિલંબ થયો,
દર્શન કેમ નથી થાતાં
દિન રે ઉગ્યો (4)

ઝાઝો રે સમય આ જીવન ના ટકે,
ઝડપથી દિવસો જાતા,
થાર્યો કહે ઉઠો દર્શન દીયો,
જમા કરો કર્મના ખાતા
દિન રૈ ઉગ્યો (5)


Leave a Reply

Your email address will not be published.