26 વેણલા રે વાયા કાનુડા વેણલા


(વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા
જાગો ને જશોદાના જાયા વેણલા વાયા)…૨
જાગો ને જશોદાના જાયા વેણલા વાયા
તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…
જાગો ને જશોદાના જાયા વેણલા વાયા…૨
પંખીડા બોલે રે વાલા….જી

પંખીડા બોલે રે વાલા, રજની રહી થોડી રે‚
સેજલડીથી ઊઠો વાલા આળસડાં મરોડો રે
જાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨
વેણલા રે વાયા કાનુડા…..

પાસુ રે મરડો તો વાલા…જી
પાસુ રે મરડો તો વાલા,ચીર લઉં તાણી રે‚
સરખી રે સૈયરું સાથે જાવું રે પાણીડા રે
જાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨
વેણલા રે વાયા કાનુડા…..

સાસુ રે હઠીલી વેરણ…જી
સાસુ રે હઠીલી વેરણ, નણદી રે હઠેલી રે
પેલી રે પાડોશણ ઘેરે વલોણાઇ વાગે રે
જાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨
વેણલા રે વાયા કાનુડા…..

જેને જેવો ભાવ જાગે…જી
જેને જેવો ભાવ જાગે, તેને તેવું થાયે રે
નરસૈયાના સ્વામી વિના,આ વાણલા કેમ વાય રે
જાગો ને જશોદાના કુવર વેણલા વાયા…૨
વેણલા રે વાયા કાનુડા…..


Leave a Reply

Your email address will not be published.