રામ ભજતું રામ ભજીલે,
પ્રભુ ભજીલે પ્રાણીયા…
હરી ભજીલે
પ્રભુ ભજ્યાં ઇ તો પાર પહોંચે,
ચૌદ લોકે જાણીયા..રામ ભજીલે
સોમે માયા ભેળી કીધી,
દાંટી બેઠો ભોણીયાં..(2)
મરણ વેળાએ એને કામ ન આવી,
અવગતે આણીયા…હરી ભજીલે..(1)
મોહ માયા એ બહું બંધ લીધા,
એમાં પ્રભુ ભજ્યાનો પ્રાણીયાં..(2)
ભૂંડી વેળાનાં ભૂત સરજ્યા,
એમ કહેતો જાય જે પ્રાણીયા…
હરી ભજીલે…(2)
માયા મસની ઓરડી છે,
એમાં કોઇ વિરલા રહિ જાણીયા..(2)
ખાધી પીધીને ખુબ ખરચી,
દિલમાં દાગ ન આણીયા…
હરી ભજીલે..(3)
ભાળ કરણે બહું દિધી,
શગાળશા શેઠ વાણીયા..(2)
મોલ ધ્વજ રાજા જનક વિદેહી,
હરીશ્ચન્દ્રા હાટે વેચાણીયાં..
હરી ભજીલે..(4)
મારા ગુરૂજીએ ગોવાળી કિંધી,
મુળ ધર્મમાં લાવીયા,..(2)
દાસી જીવણ સંતો ભીમનાં ચરણે,
સંત અમરાપુરમાં માણીયા…
હરી ભજીલે..(5)