27 વા વાયાને વાદળ ઉમટ્યા


વા વાયાને વાદળ ઉમટ્યા…૨
હે ગોકુળમા ટહૂક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળીયા

હે તમે મળવા તે ના વો શા માટે
નહિ આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળીયા

તમે ગોકુળમા ગૌ ધન ચોરંતા
તમે છો રે સદાના ચોર
મળવા આવો સુંદિરવર શામળીયા

તમે કાળી તે કામળી ઓઢતા
તમે ભરવાડોના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળીયા

તમે વ્રજમા તે વાસળી વાજંતા
તમે ગોપીઓના ચીતના ચોર
મળવા આવો સુંદિરવર શામળીયા

મહેતા નરશીના સ્વામી શામળીયા
એને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળીયા


Leave a Reply

Your email address will not be published.