જા જા નિંદરા હું તુંને વારું
તું છો નાર ધુતારી રે…(2)
નિદ્રા કહે નહી ? હું તારી,
હું છું શંકર ઘેર નારી રે.(2)
પશુ-પંખીને સુખડાં આપું,
દુખડા મેલું વિસારી
જા જા નિંદરા…(1)
એક સમય રામ વનમાં પધાર્યા,
લક્ષ્મણને નિંદરા આવી રે..(2)
સતી સીતાને કલંક લાગાવ્યું,
ભાયુમાં ભ્રાંત પડાવી રે
જા જા નિંદરા….(2)
જોગી લુટ્યા.ભોગી લુટ્યાં,
લુટ્યાં તે નેઝાધારી રે ..(2)
એકલ સગુને વનમાં લુટ્યાં,
કયા કરે સંસારી
જા જા નિંદરા….(3)
પહેલા પહોરે રોગી જાગે,
બીજા પહોરે ભોગી રે..(૨)
ત્રીજા પહોરે તસ્કર જાગે,
ચોથા પહોરે જોગી રે
જા જા નિંદરા…(4)
બાર બાર વરસ લખમણે ત્યાગી,
કુંભકર્ણે લાડ લડાવી રે..
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી
નિંદરા કરીના કોઇ વ્હાલી રે
જા જા નિંદરા…. (5)