આ અવસર છે રામ ભજનનો
કોડી ન બેસે દામ,
ભજી લેને નારાયણનું નામ
ભજી લેને નારાયણ (1)
કામ,ક્રોધ મદ મોહને,
મૂકી દે મનથી તમામ,
ભજી લેને નારાયણનું નામ
ભજી લેને નારાયણ (2)
માત પિતા સુત બાંધવ દારા,
કોઇ નહીં આવે કામ,
ભજી લેને નારાયણનું નામ
ભજી લેને નારાયણ (3)
અંધ થઇને અથડામાં ભૂંડા,
ઘટઘટમાં સુંદિર શ્યામ,
ભજી લેને નારાયણનું નામ,
ભજી લેને નારાયણ (4)
દાસ સત્તાર કહે કર જોડી,
સૌ સંતોને પ્રણામ,
ભજી લેને નારાયણનું નામ,
ભજી લેને નારાયણ (5)