કરશો ના જુઠા વિચાર ઓ ભાઈ
કરશો ના જુઠા વિચાર
જુઠા વિચારે તમો જુઠા કહેવાશો,
અને બગડે મનુષ્ય અવતાર
કોઇ કરશો ના (1)
સાચા વિચારે તમો સતિયા કહેવાશો,
ઓળખાશો કિરતાર
કોઇ કરશો ના (2)
મતિ ત્યાં ગતિ એમ શાસ્ત્ર પોકારે,
એમાં જુઠ નથી રે લગાર
કોઇ કરશો ના (3)
સત્ય શ્રવણ કરો, સત્ય ગ્રહણ કરો,
જરૂર થશે રે ઉદ્ધાર
કોઇ કરશો ના (4)
‘દાસ સત્તાર’ કર જોડી,
હરિ ભજી ઊતરો પાર
કોઇ કરશો ના (5)