42 અંગુઠો મરડીને પીયુને જગાડીયા


અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,
ગોરી કહે તેને શે આવે છે ઊંઘ,
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે

વર ઠુંઠોને અણઘડ પાંગળો રે,
કન્યા તો વરવા વર ને જાય,
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે

વર પરણ્યા ત્યાં ભાગી વેલડી રે,
મરાણો કાયાનો સરદાર,
જુઓને નર નાર નણદલ લેરીયુ રે

પાંચ પારખ તો પેલા મુવા રે,
નગરમાં હાટે થઈ હડતાલ,
કરી જો વિચાર,નણદલ લેરીયુ રે

કીડીની હડફેટે હાથી મૂવો રે,
કુંજરને પાડ્યો પગલા હેઠ,
પહોંચાડયો ઠેઠ નણદલ લેરીયું રે

નિર્વિઘ્ને વર પરણીને આવીયા રે,
કન્યા વર નાયા ભવજન તીર,
ધરી રહ્યા ધીર નણદલ લેરીયું રે

નર્તન નગરીમાં વિવાહ થયો રે,
ત્યાં કોઈ ન મળે નર કે નાર,
થયો ઝણકા નણદલ લેરીયું રે

દાસ સવો કહે સુણી છોયરો રે,
સમજેથી જનમ મરણ ભે જાય,
ગુરુ ગમ ગાય નણદલ લેરીયુ રે


Leave a Reply

Your email address will not be published.