45 બહુ કનડે છે કાનો રે


બહુ કનડે છે કાનો રે,
માતાજી અમને બહુ કનડે છે કાનો

સુતેલાં છોકરાને જઇને જગાડે,
ચુંટીયા ભરે છે છાનો માનો રે
માતાજી અમને

માણસ દેખીને મારી કરે છે મશ્કરી,
એવો શું છે એનો સ્વભાવ રે
માતાજી અમને

મહીંના માટ વાલો,છોડે રે છીંકેથી,
નથી હવે કાંય નટવર નાનો રે
માતાજી અમને

શું કરીએ આવે શરમ તમારી રે,
નકર નથી માણસ કાંય દાનો રે
માતાજી અમને

દાસ સવો કહે એને વારો રે માજશોદા,
એને બોધ ન લાગે બીજાનો રે
માતાજી અમને


Leave a Reply

Your email address will not be published.