ગુરુજી મહામંત્રનો મોટો મહીમા,
એ વખાણુ બ્રહ્મના ભેદમા રે
જેનુ રુષીયો જપતા રે જાપ,
હરી ન હતા ચારે વેદમા રે……
ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર,
પચાસ ક્રોડમા પાણી રે.
તેદી નીરંજન હતા નિરાકાર,
તેમાંથી શક્તિ દરશાણી રે..
ગુરુમારા શક્તિ એ કીધો રે સમાગમ,
શક્તિ એ પ્રમોધ ધીધો રે
તેદી ઉમૈયાને વાધ્યો રે,
ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે..
ગુરુમારા પંચે મળીને કીધો રે,
આરાધ નિરંજને વચન દીધા રે
તેદી ધરતીના બાંધ્યા રે,
ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે
ગુરુમારા નાદઅને બુંદનો છે વીસ્તાર,
સંસાર પ્રગટ કીધો રે
એમ એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય,
મહા મંત્ર શીવજીને દીધો રે..