મૈં સિપાહી સદગુરૂ કા સચ્ચા,
હુકમ ઉઠાવું હાકમ કા,
વચન બાણ લઇ વિપત્તિને વેધું,
હું ને મારું બે દઉં ડંડા
ખરા મતે ખેલું દુનિયા મેં,
નોકર બનું નિરંજન કા,
પગાર ખાવું મૈં પરીબ્રહ્મ કા,
બાંધુ નિરભે નિજ પટા
મૈં સિપાહી સદગુરૂ
તીન પાંચ કો કર લું તાબે,
જ્ઞાન ધ્યાન કા લગાવું ધક્કા,
પહલવાન મન પકડું પેલા,
કાળ ક્રોધ કા શીશ કટા
મૈં સિપાહી સદગુરૂ
આપે આપ સત્તા ત્યાં આપની,
અણ લિખી અલખ લખ ઉનકી,
ધણી ચાકર કા નહીં ત્યાં ધારા,
સિંહ બકરી કા સંશય મિટા
મૈં સિપાહી સદગુરૂ
આદુ રાજ અમર પરવાના,
શીલ સંતોષ કા ચલે સિક્કા,
નિજાનંદ પોતે પરષોત્તમ,
જગત ભગત દોદિયા મિટા
મૈં સિપાહી સદગુરૂ
આ ડોલ ડોલું મુખ નહીં બોલું,
જાપ અજંપે તેરા પક્કા,
દાસ સવા સમરે સમરથ તું હી,
જનમ મરણ કા કેસ કટા
મૈં સિપાહી સદગુરૂ