47 મારો મટી ગયો છુ બદલાઇ ગયો છું


મારો મટી ગયો છું,
બદલાઇ બહુ ગયો છું.
મારુ હતું શું નામ?,
કોઇ તો મને કહો
એ પણ ભુલી ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું,

શાણા થવાનો સ્વાદ,
કદાપી મળ્યો નહી
પાગલ બની ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું,

પથ્થર હતો તેથી જ તો,
નિંદા થતી હતી
ઇશ્વર બની ગયો છું,
તમને મળ્યા પછી,
બદલાઇ બહુ ગયો છું.


Leave a Reply

Your email address will not be published.