સાચું પુછો તો ઘટોઘટમાં,
ચિરાગ તીરે છે,
દિવ્યદ્રષ્ટ્રીએ જણાય છે,
છતાં પણ દૂર છે.
આતમા અમર હોવા છતાં,
આ દેહ ક્ષણ ભંગૂર છે,
એ અનાદી કાળનો,
એક ચાલતો દસ્તૂર છે.
વિશ્વમાં આજે ઘણાં,
કહેણી તણાં મજદૂર છે,
જ્ઞાનીઓ સમજો જરાં,
રહેણી વિના ઘર દૂર છે.
સત્ અનુભવ પામતાં,
શરમાઇ જાશો શેખજી,
એક અલ્લાહ છે ત્યાં,
ના સ્વર્ગ ના હૂર છે.
મૃત્યુથી પહેલાં મરો,
મૃત્યુ વિના મુક્તિ નથી,
મું તું કરબલા અંતા મું તું,
હુકમ જગ મશહૂર છે.
જ્ઞાન દ્રષ્ટીએ જુઓ,
તો આત્મદર્શન પામશો,
દેહનું બંધન રહ્યું,
તો જાણો મુક્તિ દૂર છે.
લાખો જીવોને હણવાંથી,
કહેવાય એ શૂરવીર ના,
જે હણે ષડરીપુ ઓને,
એ જ સાચો શૂર છે.
ગુરૂ આધાર મારો,
હું ગુરુનો દાસ છું,
સદગુરૂ પાલવડે ઝુલું,
અન્યથા ઝૂલે નહીં.
પ્રેમમય નિશદિન રહું,
સત્તાર શા સત્સંગમાં,
માર્ગ જે મુજને મળ્યો,
એ માર્ગથી ડુલું નહીં.