02 એ માં મારા અંતરની જે વાત બધી


હો મારા અંતરની જે વાત બધી જોણે
હો મારા અંતરની જે વાત બધી જોણે
હાર એક પળ માં જ હોય સદા જોડે
મળે છે મુજને જેનો હાર પળ સથવારો
રાખે ના કોઈ દી સુખ દુખ નો સરવાળો
એવું એક નામ આ જગમાં
એ માં…એ માં…એ માં…એ માં
એ માં… મારી માં,
એ માં…એ માં…એ માં.

હો કણ જો માંગુ મણ આલે,
ક્ષણ જો થાકું હાથ જાલે
દુનિયામાં સાચો મારો એક એ સહારો,
હું ભૂખી રહી જમાડે વાલે,
જગને બધી ખુશીઓ આલે,
વાલનો એ દરિયો જેનો જડે ના કિનારો,
હો જેના ખોળે મળે હામ,
જેના થકી મળ્યું નામ
એવું બસ નામ આખા જગમાં
એ માં…એ માં…એ માં…એ માં
એ માં… મારી માં,
એ માં…એ માં…એ માં

હો દુનિયા જેની આંખે ભારી,
હાંભરે નજારો વાલી
મમતાનો સાગરએ ખુશીયોનો છે આરો,
હો મંદિરમાં ગોખે વાળી હોય
કે ઘરના ગોખ વાળી
એક જ માં હેણે આપ્યો જનમારો
હો જેના ગુણ ના ભૂલાય,
જેના ઋણ ના ચૂકવાય
જેના ગુણ ના ભૂલાય,
જેના ઋણ ના ચૂકવાય
એવું બસ નામ આખા જગમાં
એ માં…એ માં…એ માં…એ માં
એ માં… મારી માં,
એ માં…એ માં…એ માં


Leave a Reply

Your email address will not be published.