વીરા ઓ મારા બેની ને તારી
આવી ને મળજે જરૂર
ભેળા મળીશું હેતે હળીશું
આંખો માં આવે છે પૂર હો
વીરા ઓ મારા બેની ને તારી
આવી ને મળજે જરૂર
મળવા ને આવે ખરા હેત લાવે
સાસરિયું મારુ છે દૂર હો
વીરા ઓ મારા બેની ને તારી
આવી ને મળજે જરૂર
પસલી ને ટાણે ભેળો તું થાજે
માડી ને કેહજે જરૂર હો
વીરા ઓ મારા બેની ને તારી
આવી ને મળજે જરૂર
બેની આ તારી ગીતો ગાશે
ભેળવજે તારા સૂર હો
વીરા ઓ મારા બેની ને તારી
આવી ને મળજે જરૂર…