સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી આવને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે
હો સૈયર મોરી રે દલડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ
એની વાટુ જોઈ મેં
ક્યાં ગયો શ્યામ
એની વાટુ જોઈ મેં
સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી રે હે સૈયર મોરી
હો વાંસળીના સુર વિના સૂનું મને લાગે
હૈયાને મળવાને હૈયું રાત જાગે
હો આંખનું કાજળ પગની પાયલ વાટ કાના જોવે
પ્રીત કેરો રંગ લગાયો શ્યામ આજ મોહે
સૈયર મોરી રે કોઈ જઈ કેજો રે
દૂર એ થયો એવું છું કહીને
દૂર એ થયો એવું છું કહીને
સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી રે હે સૈયર મોરી
પ્રેમ દીવાની થઈને જપું તેરી હુંતો માળા
રંગમાં તારા હું રંગની પેરી પ્રીત માળા
હો ગોકુલ કેરી ગલિયો પૂછે આવશો ક્યારે કાના
એકલી રાધા સુના રાસ જમના નીર ખારા
હો સૈયર મોરી રે દલડું ચોરી ને
ક્યાં ગયો શ્યામ
એની વાટુ જોઈ મેં
સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી રે હે સૈયર મોરી
સૈયર મોરી હૂતો મારા શ્યામમાં રહું રે
સૈયર મોરી દલની વાતું તમને કહું રે
સૈયર મોરી આવને તારા કાનમાં કહું રે
સૈયર મોરી હૈયા કેરી લાગણી કહુ રે
સૈયર મોરી રે હે સૈયર મોરી