હે મારા રામ કયા કર્મની દીધી રે સજા
જીંદગીમા દર્દ સેને, દર્દમા મજા
હે મારા રામ કયા કર્મની દીધી રે સજા
જીંદગીમા દર્દ સેને, દર્દમા મજા.
ઓ આદત પડી તને, રોજ યાદ કરવાની
તારી મહોબતમા રડી રડી મરવાની
મારા રામ કયા કર્મની
હો રોજ રોજ મરતો, યાદ તને કરતો
તારી યાદોમા પાગલની જેમ ફરતો
દુવામા માગતો તારા માટે જાગતો
તને મળવાના હુ અરમાન રાખતો
હો કહિ નથી શકતો સહી નથી શકતો
દરદે જુદાઇ સહી નથી શકતો
મારા રામ કયા કર્મની
હો જોને કેવા લેખ છે કેવા સંજોગ છે
ચાહુ છુ દિલથી જેને એ આજે દુર છે
હો આંખોથી દુર છે જેની જરૂર છે
જોને આ દિલ મારુ કેવુ મજબુર છે
હે સમય મળે તો મારી ખબર લેજે
તારા આશીકની સંભાળ લેજે
મારા રામ કયા કર્મની