04 રઘુનંદજીની દ્વારકે જે નાથજી


આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આ આરતી

પ્રથમ પેલા પેન્ડ રચીયા…..2,
પવન પાણી બંધ દી
અખૂટ રોટી પૂરશે,
બાવો અખૂટ રોટી પૂરશે
ઈ પુથ્વી નવખંડ દી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી,
તમે બોલો…

શરથ ઘરે રામચંદ્ર જનમિયા,
સેવિયાં વનવાસ જી…2
રાજા રાવણ મારીયો એને
રાણો રાવણ મારીયો
બાંધ્યા પથ્થરના એ બંધ દી,
તમે બો…

અજમલ ઘેર રામદેવ પધાર્યા,
સેવ્યા દ્રારિકા નાથજી…2
દ્રારીકે મેં કોલ દીધા,
દ્રારીકે મેં કોલ દીધા
પાયા પોકરણ માય જી,
તમે બોલો….

વાસુદેવ ઘરે કાન જનમિયા,
દોરી ઉભો વર્ધનજી…2
મામા કંશને મારીયો એને
મામા કંશને મારીયો
જીત્યા મથુરામાં જંગ જી,
તમે બોલો….

રુક્ષમણિના કંકણ ભરિયા…2,
ગુર્જરી બહુ રંગ જી
ગોપીયોંમેં કાનો પ્યારા,
ગોપીયોમેં કાનો પ્યારા
નીર છે બડા ગંગાજી,
તમે બોલો….

સંત સુધારણ પરચા ધારણ….2,
સાંભળો સંત આરતી
ભક્ત સુદામાની વિનંતી
આ ભક્ત સુદામાની વિનંતી
તમે માનીલો ગોવિંદજી,
તમે બોલો….


Leave a Reply

Your email address will not be published.