કોક દાડો અમને એકલામાં મળજો,
અમને મળશો તો યાદ તમે કરશો,
હો કોક દાડો અમને એકલામાં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો
એકવાર જોશો અમારી આંખોમા
એકવાર જોશો અમારી આંખોમા
રોજ મળવાની જીદ કરશો
કરો એક મુલાકાત પછી વાત કરજો
પ્રેમની નજરથી જયારે અમને જોશો,
નાદાન દિલને સમજાવી નહી શકો
એકવાર દિલથી વાત સાંભળી લેજો
દિલને તમારા તમે રોકી નહી શકો
એકવાર પડશો અમારી ચાહતમા
એકવાર પડશો અમારી ચાહતમા
પછી ઇરાદાને બદલી નહિ શકો
કરો એક મુલાકાત પછી વાત કરજો
પ્રેમની વાતો જયારે સમજી લેશો,
હસતા ચેહરે મારી પાસે આવશો,
હો હુ નહી મળુ તો બેચેન થઇ જશો,
તમે રોજ મારો ઇન્તજાર કરશો
ધબકારા દિલના વધસે તમારા
ધબકારા દિલના વધસે તમારા
પછી દિલની વાત અમને કરશો
કરો એક મુલાકાત પછી વાત કરજો,
કરો એક મુલાકાત પછી વાત કરજો