એ ડોકમાં પેર્યુ પેંડલ
એ ગોંડી તે તો ડોકમાં પેર્યુ પેંડલ,
પેંડલ મારુ નોમ
જાણું મને કઇદે તે આવું કર્યું કેમ
હવે જાણી ગયું આખું ગોમ
ફોનમાં રાખ્યો ફોટો તે મારો
કઇદે ચમ ગોરી કેમ,
કઇદે તે આવું કર્યું કેમ
હવે જાણી ગયું આખું ગોમ
એ તને નથી ખબર,
હવે બગડી ગયું કોમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
ડોકમાં પેર્યુ પેંડલ
એ જાણી જોઈને તું આવું ચેમ કરે છે
ગોમમાં ચમ મારી આબરૂ કાઢે છે
ઑ તારી ને મારી ચેવી વાતો રે કરે છે
તારી ને મારી ચેવી વાતો રે કરે છે
એ શહરથી તું કઇદે મને
છટકી ગયું તારું તને પડતો નથી ભોન
ડોકમાં પેર્યુ પેંડલ
એ તારી મરજીની તું વાતો કરે છે ગોમ
અને શહરમાં ઘણો રે ફરક છે
ગોરી મારી તું નથી જાણતી, આ મારૂ ગોમ છે
મારા ગામમાં ગોરી લાજ ને શરમ છે
એ પ્રેમનો ઇકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી તને પડતો નથી ભાન
હમજાવી ચમ, ડોકમાં પેર્યુ પેંડલ