મારા વીરા વિરલ તને લાડી લઇ દઉં
મારા નોનચક વીરા તને લાડી લઇ દઉં
હે તારી લાડલી ને ફરવા
ઔડી ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને….
હે આયો અવસરીયો આજ મારા
આંગણે અણમોલ
હે આયો અવસરીયો આજ….
વાગે ડીજે ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલ
તારી લાડલી ને પટોળા ને સાડી લઇ દઉં
મેને હાડી ના ગમે તો કટમીડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને….
હા જોડું જાનેરી જાન કરું
ગાડીઓ ની લાઈન
હા જોડું જાનેરી જાન …
ના કર તું ટેન્સન તારી લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક વાડી લઇ દઉં
તને ચડવા વીરા હીર ઘોડી લઇ દઉં
તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને….