હો સુખમાં ભલે સો સંગાથી
દુઃખમાં મારી મા કાફી
હો..હો સુખમાં ભલે સો સંગાથી
દુઃખમાં મારી ચેહર કાફી
હો અરજી હોય અંતરથી સાચી
દેતીમાં બધા દુઃખડા કાપી
સુખમાં મારે સો સંગાથી
દુઃખમાં મારી ચેહર કાફી
હો..હો..સુખમાં ભલે સો સંગાથી
દુઃખમાં મારી મા કાફી
દુઃખમાં મારી મા કાફી
હો ઋણ કેમ ચૂકવું તારા અનેક ઉપકાર છે
ડગલે ને પગલે માડી સાથે રહેનાર છે
હો..હો…એક નહીં બે નહીં પરચા હજાર છે
વિપત વેળા આવી ત્યારે લાજ રાખનાર છે
હો..છોરું ને રાખતી રાજી રાજી
ખબરુ રાખતી કાયમ માજી
સુખમાં મારે સો સંગાથી દુઃખમાં
હો..તેરવાડામાં પ્રગટી વાલા ચેહર મારી માત છે
જ્યાં પડે નજર મારી ત્યાં એનો વાસ છે
હો..માં જેને જેને જાણી તને એનો બેડોપાર છે
માગ્યા વાગર આપે બધું દિલની દાતાર છે
હો..મારા મણા બાપા એ હેતે સેવ્યા
એના આશીર્વાદ અમને ફળ્યા
જેસંગપુરા વાળી માડી લલિત દવે ગાવે વાણી
હો..સોનાની રે નગરીવાળી ટહુકાની ચેહર દયાળી
હો..હો…સતીશભઈ ની લાજ રાખી
દુઃખમાં મારી મા કાફી