11 મને પિયરયું સાંભરે


હે આયો કાનુડો મને પિયરયું હોભરે
હે એ આયો કાનુડો મને પિયરયું હોભરે
નહિ ટકે પગ મારો સાયબાજી સાસરે
હે ગોકુળ આઠમનું મને પિયરયું હોભરે
ટકતો નથી પગ મારો સાયબાજી સાસરે
એ નઇ જવા દવ તને આજ
કોણ કરે ઘરનો કામકાજ
હમણા રહેવાદો નથી જાવાનુ પિયરિયે
આયો કાનુડો તને પિયરયું હોભરે
મારી જેઠાણીએ ભરી કપડાની થેલીઓ
આયો કાનુડો મને પિયરયું હોભરે….

માંની થઇ છે ઉમરને બેનબા ગયા સાસરે
ઘરનું કામ પડયું છે તારા રે ભરોશે
હે નણંદબાને ફોન કરો આવે બેની મળવા
મારે જાવુ પિયરમા કાનુડો રે કુદવા
બે દાડા પેલા બેની ગઈ
એને પાછી બોલાવાય નઇ
જમાઈને નોકરી હોય સે વેલા રે પરોઢિયે
હામેવાળા હંગાનો વિચાર થોડો કરીયે
તમારે કાનુડાનો મહિમા ઓછો હોય સે
મારા બનાહકોઠે મહિમા જાજો હોય સે…

મને મારા ધંધામાંથી ટેમ નથી મળતો
તમે ચારદાડા વગર પાસો નથી વળતો
હો માવતરનુ મોઢુ જોયે થઇ ગ્યા જાજા મહિના
ઉનાળે ગઇ હતી છેક ભઈના રે લગનમાં
તારા જવાનો વાંધો નથી કોય
બધું કામકાજ કરે કોણ ઓઈ
માલઢોરને કોણ ચાર પુરો કરશે
બે ટાઈમ દોઈ કોણ દૂધ રે ભરાવશે
ગોમમાંથી બેચાર મજુર લઇ આવજો
મારી હાટુ થોડી તકલીફ રે લેજો
હે હારુ કઈ વોંધો નઇ હાચવી લેશુ અમે
રાજી થઇ કાનુડો રમી આવો તમે
પરમે પાસો વેલો આવજો વાલી તમે
પરમે પાસી વેલી આવું રે વાલમિયા…


Leave a Reply

Your email address will not be published.