એકલો મને પડતો મેલી,
એકલો મને પડતો મેલી
એ જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
નારે હમજાણુ એને કેમ કર્યુ આવુ
કેમ કરીને એને હવે સમજાવુ
એ જોઈ મારી આંખો રડી પડી
હૈયુ ચડે હીબકે ઘડી-ઘડી
જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી…
રવિવારે આખો દાડો હતી મારી સાથે
આવી કોઈ વાત મને કરી નોતી ત્યારે
એ એકદમ મસ્ત એ તો મુડમાં રે હતી
હંગઇ કે લગનની કોઈ વાત નો તી
એ નક્કી ગોંડી કોકના વાદે ચડી
ચડાવવા વાળી મારી દુશ્મન મળી
જીવથી વાલી જાનુ છેટી પડી,
મન મેલી બીજે ફેરા ફરી…
મને મળેને વાતરે નઈ એના પેટમો
નક્કી આવી જઈ એતો કોક ના દબાણમો
એ મારાથી કોઈ એતો કદીના છુપાવે
એના ઘરની દરેક વાત મને રે બતાવે
ચમ એણે લગનની હા પાડી
હાચી હોય વાત ના ખબર પડી
જીવથી વાલી જાનુ છેટી પડી,
મન મેલી બીજે ફેરા ફરી…