12 દ્વારિકાના ઘનશ્યામ


હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે સુર વાહળીનાં, તારી મોરલીના
સુર વાંસળીનાં, તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે એતો સોનાની નગરીનો,
વાલો રાજા રે કેવાય
કાનો પેરે પીતામ્બર વાઘા,
માથે મોરપિંચ રે સોહાય
હે મારો વાલો ડાકોરનો ઠાકોર,
રાજા રણછોડરાય કેવાય
પ્રેમ આપો તો મારો ઠાકર,
એક હોનાની વાળીયે તોલાય
મારા કાળીયા કાન તારા કેટલા માન
મારા કાળીયા કાન તારા કેટલા માન

ગુણ ગોકુળ મથુરે ગવાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ

હે સુર વાહળીનાં, તારી મોરલીના
સુર વાંસળીનાં, તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ


Leave a Reply

Your email address will not be published.