હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે હે જેના નોમ
નો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે ( 2 )
હે જેના માથે સે ત્રીજી આંખ સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે એ ભોળીયો ભોળો છે…
હે જેનું ઘર છે કૈલાસ મોટા ડુંગરમા વાસ જે
મન થી માને પુરી કરે એની આશ બ્રહ્મા
વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ
ત્રણેય લોક ને મહાદેવનો વિશ્વાસ
ભુતડા ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો
છે ભુત ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે હે
જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો
ભોળો છે શિવ ભોળો છે
હે વાલો જોવે ના કાંઈ દાનવો ને મળી જાય
કોઈ જંપે જો જાપ ૐ નમઃ શિવાય
જુઢ બોલો તો રિસાય સત બોલો તો રીજાય
માટે દેવો નો ઈતો દેવ કેવાય
કોઈ ને કરતો નથી નિરાશ
એટલે ભોળો છે
કોઈ ને કરતો નથી નિરાશ
બાપો ભોળો છે
હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
હે જેના લલાટે ભભુતી રાખ
સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે
એ શિવ ભોળો છે
ભોળીયો ભોળો છે