તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
મને મળવાના હતા પણ મળ્યા નહી
મળવાના હતા પણ મળ્યા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
વાયદા તારા ખોટા પડે છે
આવુ કરીને તને શુ મળે છે
તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહી
આવી જાને હુ તો તારી રાહ જોઉ છુ
હો યાદના આંખે આવી ગયા આંસુ
વર્ષો વીત્યા પણ જોયુ ના પાસુ
હો મજા નથી આવતી જીવન મોળુ લાગે છે
તારા સાથની એ દવા માંગે છે
ખબર નહિ તારા મનમાં સુ ચાલે
આજે મળવું છે ના કહેતી કાલે
આવવાના હતા તમે આયા નહી
આવી જાને હું તો તારી રાહ જોઉ છુ
ગયા તે ગયા કદી પાછા ના આયા
ના તમે આયા ના અમને બોલાયા
હો બેવફા થઈને જાણે અમને ભુલાવ્યા
કઈ દેને કેમ આવા દિવસો બતાવ્યા
હો મળવાનું કેમ તમે માંડી વાળો છો
દિલ અને સપનાને કેમ બાળો છો
તમે આવવાના હતા પણ આયા નહી
આવવાના હતા પણ આયા નહીં
આવી જાને હું તો તારી રાહ જોઉં છું