હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
હે મને પોતાનો કેનારી હવે બની છે અજાણી
હો કયા રે કારણે તું દગો મને દઈ ગઈ
પ્રેમમા મારા તને ઓછુ પડ્યુ કંઈ
બોલી ને કેમ તું ફરી ગઈ
તુ કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો તકદીરના દર્પણમા તસ્વીર ખોવાણી
પોતાનો કેનારી હવે બની છે અજાણી
હો મારી જિંદગીની સાથે ખેલ રે રચાયા
વાતો બધી ભુલાવી ને થયા સો પરાવ્યા
હો પોતાના કઈ ને તમે પારકા બનાવ્યા
પહેલા હસાવી જાનુ હવે તે રડાવ્યા
હો મને છોડવાથી તને ફરક પડ્યો નઈ
થોડો એ મારો તે વિચાર કર્યો નઈ
હવે તારુ નામ લેશુ નઈ
તું કાલે મારી હતી આજે
હો તકદીરના દર્પણમા
હો કરેલી વાતો તારી હતી બધી જુઠી
અંદરથી જાનુ હુ તો સાવ ગયો તુટી
હો ગળે મંગળસુત્ર તારા હાથે છે અંગુઠી
હવે અમે રાત દાડો રડશું ઘુંટી ઘુંટી
ઓ ચકનાચૂર તુ અરમાનો કરી ગઈ
સમયની જેમ તું પળમાં ફરી ગઈ
પળમાં તું મને ભુલી ગઈ
તું કાલે મારી હતી આજે
હો તકદીરના દર્પણમા