18 ધન છેં ગુજરાત


હે જુવાનિયા ઓ જોશ માં
અને બચ્ચાં પાર્ટી બિન્દાશ
હે ગરવી મારી ગુજરાત નાં
વડીલો ની થાય નઈ વાત

હે જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
હા જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી
હો જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી
જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી
પણ ક્યાંય મેં ના જોયું એવું રાજ
ધન છેં
એ ધન છેં ગુજરાતની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો
હા ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો

એ કર્મ ગુજરાત મારૂં ,
ધર્મ ગુજરાત મારૂં
આખા ભારતભોમ ની શાન છે રે
મારા ગુજરાતની ધરતી
હા ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો

હો રાજકોટ વાળા રંગીલા રાજા,
સોરઠ ધરા શાનદાર,
સુરત વાળા સુરતીલાલા,
દક્ષિણ ગુજરાત દિલદાર,

હો રાજકોટ વાળા રંગીલા રાજા,
સોરઠ ધરા શાનદાર,
સુરત વાળા સુરતીલાલા,
દક્ષિણ ગુજરાત દિલદાર,

ધોળા રણની એ રાત,
નારાયણ સરોવરની સાંજ
ધોળા રણની એ રાત,
નારાયણ સરોવરની સાંજ
મુંજો કચ્છડો બારે માંસ
ધન છેં
એ ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો
એ ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો

હો આબાદ શહેર મારૂં અમદાવાદને,
મેહોંણા ની મોજ ભરપૂર,
ઉત્તરગુજરાત ને આંગણે શોભતું,
પાટણ ને પાલનપુર,
આબાદ શહેર મારૂં અમદાવાદને,
મેહોંણા ની મોજ ભરપૂર,
ઉત્તરગુજરાત ને આંગણે શોભતું,
પાટણ ને પાલનપુર,

ગુજરાતની આ ગાથા મનુ રબારી ગાતા,
ગુજરાતની આ ગાથા આનંદ મેહરા ગાતા,
આ સુમાર મ્યુઝિક ને સાથ
ધન છે
એ ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો
એ ધન છેં ગુજરાત ની ધરતી ને
ધન છે ગુજરાત ના લોકો


Leave a Reply

Your email address will not be published.