18 લટ તારી લટકતી ના રાખ


લટ તારી લટકતી ના રાખ,
એ લટ તારી લટકતી ના રાખ,
દલ મારુ વીંધી રે નાખસે
એ ગોંડી ઓમ નજરું ના નાખ,
ઘાયલ મારુ દલ કરી નાખસે

ઓ ઓખો અણિયાળી
ઓખો અણિયાળી, મેષ ઓજી કાળી આંખમાં
લટકો લાખેણો ને ચટકો તારી ચાલમાં
હળવુ આમ હાલવાનું ના રાખ ગોંડી
એ હળવુ આમ હાલવાનું ના રાખ
જીવ મારો જોખમમાં નાખસે
એ લટ તારી લટકતી ના રાખ
દલ મારુ, જીવ મારો,
દલ મારુ વીંધી રે નાખસે

ઓ પાપણે પોણી ઝરે એકધારું તું જો જોવે
પલકારો ના થાય આખ મારી તને જોવે
એ હળવેથી તું હસવાનું રાખ જાનુ
દિલનાં ધબકારા ભુલાવી નાખસે
એ લટ તારી લટકતી ના રાખ
ઘાયલ આ દલ મારુ,
જીવ મારો જોખમમાં નાખસે

ઓ નખરો નશીલો ઉડીને વળગે આખમો
ખબર સે મને તું બધું રાખે ધ્યાન મો
એ નૈનેથી ઈશારો કરી નાખ
રાકેશ તારો હમજી રે જાશે
એ લટ તારી લટકતી ના રાખ,
દલ મારુ વીંધી રે નાખશે
એ ગોંડી ઓમ નજરું ના નાખ,
ઘાયલ મારુ દલ કરી નાખશે
એ લટ તારી લટકતી ના રાખ


Leave a Reply

Your email address will not be published.