20 પેન પડી પેપર ફેલ


એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે
હે એ દાડે પેન અમે અમારી આપેલી
અમારૂ પેપર અમે કોરૂં આયા મેલી
ઓ પરીક્ષામાં પાસ થઈ ફર્સ્ટ આયો તારે
અમને તો ખબર હતી ફેલ છે અમારે
એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

આવતા જતા બસમાં આપડી થઇતી મુલાકાત
યાદ ના હોય તો યાદ કરાવું એ વાત
હો કંડક્ટરની પાહે પહેલી સીટમાં બેઠો હું
જગ્યા નતી દરવાજાની પાહે ઉભી તું
હો વાઈટ હતો પટ્ટો ને ડ્રેસ તારો લાલ
બારીયેથી વાયરો આવે ઉડતા તારા વાળ
હો વાયરે ઉડે વાળા તારા આંખમાં આવે મારે
ઉભો થઈને જગ્યા તને આલીતી મે ત્યારે
એ 2002માં કોલેજ કરતીતી હારે

હો ભણતા ભેળા ભુલી ગયા થઇ ગ્યા મોટા મેમ
અમારી તો કદી એ તમે પુછી ના ખબર
હો હેલો કઈને હાથ કર્યો પડી ના ઓળખાણ
બદલાય ગયા બેબી તમે થઈ ગયા અજાણ
અફસોસ થયો દિલને આંખે ભરાણા આંસુ
નથી રે જોવું હવે વળીને પાછું
હો હાચો મારો પ્રેમ તને હમજાસે ત્યારે
બઉ છેટું પડી ગયું હશે તારે મારે ગોંડી
હો હાચો મારો પ્રેમ તને હમજાસે ત્યારે
બઉ છેટું પડી ગ્યું હશે તારે મારે
એ 2002માં કોલેજ કરતીતી હારે


Leave a Reply

Your email address will not be published.