ઢોલ વાગે ઝાંઝર ઝણકે
હારલા શોભે ટીલડી ચમકે
મોગલ રમે ભેળીયા વાળી સાથ
ઢોલ વાગે ઝાંઝર ઝણકે
હારલા શોભે ટીલડી ચમકે
મોગલ રમે ભેળીયા વાળી સાથ
દેશી ઢોલ વાગેદેશી ઢોલ વાગે
દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે
અરે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે
ઝણણણન ઝાંઝર અને ખણણણન કાંબી રે હો
ઓ હેમના ચુડા હાથે શોભે મોગલ રમે રાહડે
હેમના ચુડા હાથે શોભે મોગલ રમે રાહડે
ભાઈ સોનીડા વિનવું
એ ભાઈ સોનીડા વિનવું મારે માંડી જાયો વીર તું છો
આજ હારલા હોરી લાંવેજે મારી મોગલમાં ને કાજ રે હો
આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,
ડિગપાલ ડગમ્બર, સાતહીં સાયર, આઠહી ડુંગર તેણ સમે,
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,
રવરાય રવેચીએ, જગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી,
હે ભાઈ દરજીડા વિનવું
હે ભાઈ દરજીડા વિનવું મારે માંડી જાયો વીર તું છો
આજ કપડાં હોરી લાંવેજો મારી મોગલમાં ને કાજ રે હો
હે કાળી જીમી કાળું કાપડું એને શોભે રે શણગાર રે હો
ઓ આઈરાણી કાપડે આવી તું વળાંકમાં
આઈરાણી કાપડે આવી તું વળાંકમાં
દેશી ઢોલ વાગે
દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે
હા હા રઢિયાળા ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે
રંગ રૂપાળી તન તેજાળી જ્યોત ઉજળી જોરાળી
ઓરે વિકરાળી નાગણ કાળી સિંહણ ભાળી રૂસાળી
બહુ દિને ભાળી દિન દયાળી વિષ ભુજાળી બિરદાળી
હો પાદરા વાળી દેવ ડાઢાળી જય માં મોગલ મચ્છરાળી
હે ભાઈ મણિયારા વિનવું
અરે ભાઈ મણિયારા વિનવું મારે માંડી જાયો વીર તું છો
આજ ચૂડલા હોરી લાંવેજો મારી મોગલમાં ને કાજ રે હો
અરે સૈયરોની સાથે મારી માંગલ રમે રાહડે રે
ઓ કબરાઉ ગામે મારી મોગલ રમે રાહડે રે
વડવાળી નામે મારી મોગલ રમે રાહડે રે
દેશી ઢોલ વાગે
એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે
ધિમાગ ઢોલ વાગે મારી માતા રમે રાહડે રે
અરે દેશી ઢોલ વાગે