રાધે શ્યામ રાધે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ
રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ
એજ કરે છે નક્કી કોની કયારે લેવી સેવા
એની સાથે મેળ મળે તો ક્યાં ન લેવા દેવા
એજ કરે છે નક્કી કોની કયારે લેવી સેવા
એની સાથે મેળ મળે તો ક્યાં ન લેવા દેવા
એજ મનોરથ કરે કરાવે
એજ મનોરથ કરે કરાવે
પુરા કરે તમામ
રાધે શ્યામ રાધે શ્યામ
રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ
હો નવધા ભક્તિ અષ્ટસખાની સાથે મારૂ ભળવું
બોજ વિનાનું રોજ રોજ દર્શન કરતા ગળવું
નવધા ભક્તિ અષ્ટસખાની સાથે મારૂ ભળવું
બોજ વિનાનું રોજ રોજ દર્શન કરતા ગળવું
કંઠે કાંઠો યમુનાજીનો
કંઠે કાંઠો યમુનાજીનો
ઘટ ઘટમાં ઘનશ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ
રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ
પ્રેમભક્તિની ટોચ ઉપર છે વૈષ્ણવજનની ભક્તિ
ઠાકોરજીની સેવા કરવી એજ ખરી આ શક્તિ
પ્રેમભક્તિની ટોચ ઉપર છે વૈષ્ણવજનની ભક્તિ
ઠાકોરજીની સેવા કરવી એજ ખરી આ શક્તિ
કાયા બની હવેલી મારૂ
કાયા બની હવેલી મારૂ
આતમ શ્રીજી ધામ
રાધે શ્યામ રાધે શ્યામ
રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ
રોમે રોમે રાધા જાગે શ્વાસે શ્વાસે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ