હે દરિયા કોઠે દેવળ તારા
એ દરિયા કોઠે દેવળ તારા
દરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારા
દ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે
દરિયા કોઠે દેવળ તારા અવાના જ્યાં મન થાઈ મારા
દ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે
મોજે ચડ્યો છે આજ મનનો આ દરિયો
દરિયાની વચ્ચે બેઠો મારો રે શ્યામળિયો
મોજે ચડ્યો છે આજ મનનો આ દરિયો
દરિયાની વચ્ચે બેઠો મારો રે શ્યામળિયો
દેવ મારો દ્વારિકાવાળો
હે કાનો મારો કામણગારો
એ દેવ મારો દ્વારિકાવાળો
કાનો મારો કામણગારો
કાળીયા ઠાકર રે મારા દ્વારિકા વાળા રે
હો સોનાની નગરીને રૂડો રાજપાટ છે
રાજ રજવાડે વાલા ક્યાં કંઈ ખોટ છે
હો અમારા નેહડામાં ઠાકરની મેર છે
એના પ્રતાપે આજ જુવો લીલાલહેર છે
હે ઉંચી મેડી મોલ છે રૂડા
હે સાત ઝરૂખે બળે દિવા
હે ઉંચી મેડી મોલ છે રૂડા
સાત ઝરૂખે બળે દિવા
દ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે
હે દ્વારિકા વાળા રે મારા દ્વારિકા વાળા રે