ઓલા ભગવાન ને પૂછો કોઈ
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
મારી સાજન કેમ મળી ના મુજને
હે ઓલા ભગવાન ને પૂછો કોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
મારુ દલડું કહે રોઈ રોઈ
પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાં
જુરીજુરી ને મરું છુ હું તો સાજન તારી યાદમાં
એકવાર આવી જા મુખડું તો બતાવી જા
કેવા કેવા સપનાઓ જોઈ
હું તો દિન વિતાવું રોઈ રોઈ
મારી સાજન કેમ મળી ના મુજને
રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી
ભૂલી ભુલાય ના મારાથી મારો તૂટી ગયો સંગાથી
દિલથી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને
વેરણ વિધાતા એ બનાવી
કેવી મારા પ્રેમની કહાની
ઓ મારી સાજન કેમ મળી ના મુજને