એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
એ ચમ આવું કરો હોમું જોતો નથી
ચમ બોલતો નથી કે બોલાવતો નથી
ચમ મોઢું ચડાઈ ફરો છો
રિહોમણો શેનો કર્યો છે
ગોંડી મોઢું ચડાઈ ફરો છો
રિહોમણો શેનો કર્યો છે
એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો
તને જોવે જે એને લાગી જાય ઝટકો
ગાલ ગુલાબી ને હોઠ લાલ લાલ છે
ચહેરો ગોરી તારો કેવો કમાલ છે
દિલ મારુ દરિયો ને તુજ મારી નાવ છે
નાજુક દિલ મારુ તુજ પર કુરબાન છે
ઘણું કેવું છે પણ કેવાતું નથી
ચમ આવું થાય છે હમજાતું નથી
એ અમે એવા ગુના શું કર્યા છે
એ અમે એવા ગુના શું કર્યા છે
રિહોમણો શેનો કર્યો છે ગોંડી
ચમ મોઢું ચડાઈ ફરો છો
રિહોમણો શેનો કર્યો છે
ઓ આટલો પાવર તને શેનો છે છોડી
તારા દીવાના પર રહેમ કર થોડી
પ્રેમની કિતાબ તારા વગર છે કોરી
લાગે છે ટોપ તારી મારી રે જોડી
નોની વાતમાં રીહાવા નું રેવા દે
બોલ પ્રેમ ના બેચાર મને બોલવા દે
વાતો વાતોમાં નખરો કરો છો કરો છો
વાતો વાતોમાં નખરો કરો છો
રિહોમણો શેનો કર્યો છે
ચમ મોઢું ચડાઈ ફરો છો
રિહોમણો શેનો કર્યો છે