26 અફસોસ


મારા જખ્મો ને તાજા કરી ગઈ
જખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ
થશે પછતાવો મને છોડવાનો
પ્રમે ભર્યું દિલ મારુ તોડવાનો
થશે અફસોસ મને છોડવાનો
મારા જખ્મો ને તાજા કરી ગઈ
તું તો જાતા જાતા જાનું મને દર્દ દઈ ગઈ

હકીકત જાણ્યા વગર દિલ તોડયું મારુ
તમે ના વિચાર્યું શું થશે મારુ
ઘાવ હવે રૂઝાશે નહીં દીધેલા તમારા
કર્મ ના લેખ કાચા પડયા આજ મારા
રાત દિવસ ખ્વાબ જોઉં છું તમારા
નીંદર ના આવે મને સપના જોઉં તારા
તમે ના થયા જાનું કેમ રે અમારા
મારા જખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ
હતો ઘરે એકલો ને યાદ આવી તારી
તમે તો ભૂલી ગયા ખઈ ને કસમ મારી
તને ના ભુલાવુ ના ભૂલું તારી યારી
તું હતી જાનું જીવથી મને પ્યારી
દિલ ના ધબકારા વધે આજ મારા
તમે ના જાણી શકો જાનુ હાલ મારા
તારા વગર તૂટ્યા દિલ ના તાર મારા
મારા જખ્મો ને તાજા કરી ગઈ
હસતી આખોમાં આંસુ ભરી ગઈ


Leave a Reply

Your email address will not be published.