28 પીયુ પદમણી


પીયુજી મારા હો, પદમણી મારી
એ ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે
ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
ગયા છો પરણી ને પરદેશ રે
વિધિ ના લખેલા આવા લેખ રે
ગોંદરે બેસી વાટ પીયુ પદમણી ની જોવે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે

એક બીજા વિના ઘડી એ ના રહેતા
જીવ કેમ ચાલ્યો તારો બીજે રે પરણતા
હતી મજબૂરી મારી તને શું બતાવું
યાદમાં તારી હું તો દિવસ વિતાવું
ક્યારે મળશો દિલ રાહ જોવે છે
જીવ જ્યો હવે યાદો ના સહારે રે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે

કયા જન્મારે પાછા આપણે મળીશું
કેમ કરી ને એ યાદો ને ભૂલીશું
આવતા જન્મારે પિયુ પાછા રે મળીશું
જુદા ભલે થયા પણ પ્રીતડી ના ભૂલશું
જીવન મારુ દર્દ નું ભરેલું રે
કેમ કરીને પિયુ તને ભૂલું રે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે


Leave a Reply

Your email address will not be published.